પરીક્ષાના સમયથી પંદર મીનિટ પહેલા ઉમેદવારે લૉગ ઇન કરી લેવાનું રહશે.
લૉગ ઇન વખતે મોબાઈલ નંબર ફોર્મ ભરતી વખતે હતો એજ રાખવો. નહીં તો પરિણામ માં ક્ષતિ આવી શકે છે.
ધ્યાન રાખવું કે ઇન્ટરનેટ કનેક્શન અને ઇન્ટરનેટ સ્પીડ બંને સારી સ્થિતિ માં હોય.
પ્રથમ અને દ્વિતિય તબક્કાના સફળ ઉમેદવારોનું લીસ્ટ વેબસાઇટ તથા ટેલીગ્રામના પેજ પર મૂકવામાં આવશે તથા આપને કોલ અને મેસેજના માધ્યમથી આગળની પ્રક્રિયાની જાણ કરવામાં આવશે.
ઉમેદવાર અરજીપત્રકમાં બતાવેલી કોઈપણ વિગત અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ઉમેદવારે રજૂ કરેલ જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, અનુભવ વગેરેને લગતા પ્રમાણપત્રો ભવિષ્યમાં જે તે તબક્કે ચકાસણી દરમ્યાન ખોટા માલુમ પડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવા ઉમેદવારોની ઉમેદવારી સંસ્થા દ્વારા રદ કરવામાં આવશે.
સંસ્થા દ્વારા લેનાર પ્રથમ તબક્કાની વૈકલ્પિક અને નિબંધ કસોટીમાં અને દ્વિતિય તબક્કામાં ઈન્ટરવ્યુંમાં ઉત્તીર્ણ થવાથી જ ઉમેદવારને નિમણૂંક માટેનો હક મળી જતો નથી. નિમણૂંક સમયે સક્ષમ VUFICS સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદવારને પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ આપવામાં આવશે.
VUFICS સંસ્થા ખાતે પ્રવેશ મેળવેલ ઉમેદવારો ચાલુ તાલીમ દરમ્યાન ગેરપ્રવૃતિ કરશે કે કરાવશે, ઉશ્કેરણીજનક કે વાંધાજનક ભાષણો કે લખાણો કરશે અથવા વિદ્યાર્થીઓ પાસે કે અન્ય ત્રાહિત વ્યક્તિ પાસે કરાવશે, વિદ્યાર્થી સંગઠનો/કમિટી/યુનિયન બનાવી જી.પી.એસ.સી/ PSI-Constable અભ્યાસને ધ્યાનમાં ન રાખતાં અન્ય પ્રવૃતિઓ કરશે એટલે કે એવી પ્રવૃતિઓ કે જે અન્ય વિદ્યાર્થીઓ કે સંસ્થાને નુકસાનકર્તા કે હાનિકર્તા હશે તો તેવા સંજોગોમાં ચાલુ તાલીમ દરમ્યાન પણ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ કરવાની અબાધિત સત્તા VUFICS સંકુલ સંસ્થાના સક્ષમ સત્તાધિકારીને રહેશે.
આખરી પરિણામ જાહેર થયા બાદ મેરીટમાં ઉમેદવારે મેળવેલ ગુણને આધારે ક્રમશ: પ્રવેશ મળવાપાત્ર થશે. ઉમેદવારોએ 7-DAYS માં રજીસ્ટ્રેશન ફી ભરીને અચૂક પ્રવેશ મેળવવાનો રહેશે અન્યથા તેમનો પ્રવેશ આપોઆપ રદ ગણાશે અને તેમની જગ્યાએ પ્રતિક્ષાયાદીમાંથી અન્ય ઉમેદવારોને મેરીટ પ્રમાણે બોલાવીને તે જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.
પરીક્ષા કેન્દ્ર તેમજ પરીક્ષા પાસ થયા પછી ઈન્ટરવ્યૂ માટે(GPSC STUDENTS ONLY) વિદ્યાર્થીઓએ સ્વખર્ચે જણાવેલ સેન્ટર પર આવવાનું રહેશે.
આ જાહેરાત તથા પ્રશિક્ષણ વર્ગમાં પ્રવેશ માટે કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો સંસ્થાને સંપૂર્ણ હક્ક/અધિકાર VUFICS સંસ્થાને રહેશે અને આ માટે કારણો આપવા સંસ્થા બંધાયેલ રહેશે નહીં.
Welcome Back!
For a better experience please Login, or Signup if you haven't already. Your registration on the old website will not be valid in the new website. To use the features included in the new website, both new and old candidates will have to re-register.